ભાવનગરમાં વોર્ડ નંબર 9 બોરતળાવના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ્દ
બળવંતભાઈ ને 4 સંતાનો હોવાના લીધે ઉમેદવારી રદ કરી
પ્રશાંતભાઈ દેવજીભાઈ પઢીયારને ઉમેદવારી અપાઈ
ભાવનગરમાં વોર્ડ નંબર 9 બોરતળાવના ભાજપના ઉમેદવાર બળવંતભાઈ રાઠોડની ઉમેદવારી રદ થઇ, બળવંતભાઈ ને 4 સંતાનો હોવાના લીધે ઉમેદવારી રદ કરી તેંની જગ્યા પર પ્રશાંતભાઈ દેવજીભાઈ પઢીયારને ઉમેદવારી અપાઈ હતી. ગઈ કાલે ભાજપની યાદીમાં બળવંતભાઈ રાઠોડનું નામ થયુ હતું જાહેર.. વોર્ડ નંબર 9 નો સમાવેશ મુખ્યત્વે કુંભારવાડા, વિજયરાજ નગર, નિર્મલ નગર, અને શાસ્ત્રી નગર જેવા વિસ્તારોમાં થાય છે. આ વોર્ડ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનલ વિસ્તાર હેઠળ કામગીરી કરે છે….
