સુરત : પાંડેસરા વિસ્તારમાં આગ લાગી
પાંડેસરા ખાતે મિલમાં આગ લાગતા ભાગદોડ મચી
આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરા ખાતે મિલમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જો કે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મારૂતિ ઈન્ડસ્ટ્રીયલની મિલમાં આગ લાગી હતી. સ્વસ્તિક મિલના સેન્ટ્રલ મશીનમાં આગ લાગતા ફાયર સ્થળે દોડી ગયુ હતુ અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
