અરવલ્લી : ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત જુદી
મેઘરજના વૈડી ગામના લોકો આજે પણ પાયાના વિકાસથી વંચિત
વૈડી નદી પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો પરેશાન
ગામલોકોની સ્પષ્ટ માગ છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે.”
ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત જુદી છે.મેઘરજ તાલુકાના અંતરિયાળ વૈડી ગામના લોકો આજે પણ પાયા ના વિકાસથી વંચિત છે. ગામ પાસે વહેતી નદી પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો સુધી બધા જીવના જોખમે નદી પાર કરવા મજબૂર છે. ગામલોકોની સ્પષ્ટ માગ છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે.”
હાલ એક તરફ ગતિશીલ ગુજરાત ની વાતો થઈ રહી છે ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાના દાવા થઈ રહ્યા છે પણ આઝાદી બાદ આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પાયા ના વિકાસ થી વંચિત છે ,વાત છે મેઘરજ તાલુકા ના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલ વૈડી ગામની વૈડી ગામ પાસેથી વૈડી નદી પસાર થાય છે ,વૈડી ગામમાં લગભગ 200 ઘરની વસ્તી છે ,આ ગામના રહીશો ,ખેડૂતો ,વિદ્યાર્થીઓ ને પોતાના અભ્યાસ તેમજ દૈનિક કામકાજ માટે નજીક ના મોટા ગામ વાઘપુર જવું પડે છે વિદ્યાર્થીઓ ને શાળા એ જવા,બેન્ક તેમજ પોસ્ટ ના કામકાજ અને કોઈ ચીજવસ્તુ ની ખરીદી કરવી હોય તો પણ વાઘપુર ગામે જવું પડતું હોય છે આરોગ્ય ના કોઈ બીમારી સમયે પણ વાઘપુર ગામે ડોક્ટર મળી રહે અને સરકાર ની આરોગ્ય લક્ષી 108 સેવા માટે પણ નદીમાં થઈ ને જ જવું પડે છે બીજો કોઈ વિકલ્પ નથી હાલ ચોમાસુ ચાલુ છે ત્યારે આ વિસ્તારના અને ઉપરવાસ ના વરસાદ ના કારણે વૈડી માં પાણી ની આવક શરૂ થઈ ગઈ છે જેથી ગામલોકો ,ખેડૂતો અને વિદ્યાર્થીઓને જીવ ના જોખમે નદી પસાર કરી જવું પડે છે આ નદી પર પુલ બને એ ખાસ જરૂરી છે વૈડી નદીમાં ચોમાસા માં પાણી આવી જાય છે જેથી ઘણી વાર વિદ્યાર્થીઓ અભ્યાસ થી વંચિત રહે છે અને જો પાણી વધે અને શાળાએ જવાનું સાહસ કરે તો ડૂબી જવાનો તણાઈ જવાનો ભય રહેછે ચોમાસા દરમિયાન કોઈ બીમારી નો ગંભીર કેસ હોય ,મહિલા ની ડિલેવરી હોય ત્યારે 108 ની સેવા પણ પહોંચી શકતી નથી જેથી ક્યારેક આવી સેવાઓ ના અભાવે અવડા પરિણામો ભોગવવા પડે છે ,બાળકો ને અભ્યાસ માટે જંગલ માં થઈ ને લઈ જાય તો 5 કિમિ ચાલી ને લઈ જઈ શકાય એ ચોમાસા દરમિયાન જોખમી છે જેથી ગ્રામજનો ની માગ છે કે વૈડી નદી પર વૈડીગામ અને વાઘપુર ને જોડતા રસ્તા પર પુલ બનાવવા માં આવે..
