સુરત શહેરમાં રોગચાળાનો હાહાકાર યથાવત,
રામનગરમાં રહેતી 7 વર્ષની બાળકીનું મોત
બાળકીને બે દિવસથી તાવ આવતો હતો
પરિવાર શોકમાં ગરકાવ
સુરતમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ હોય તેમ હવે એક સાત વર્ષીય બાળાનું તાવ આવ્યા બાદ મોત નિપજ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
સુરત શહેરમાં રોગચાળાથી 7 વર્ષીય બાળકીનું મોત નિપજ્યુ છે. સુરતના રામનગરમાં રહેત પરિવારની સાત વર્ષીય બાળકીને બે દિવસથી તાવ આવી રહ્યો હતો જેથી પરિવાર બાળાને ઘર નજીકમાં સારવાર કરાવાઈ હતી જો કે બાળાની તબિયત વધુ લથડતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં બાળકીને સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કરી હતી. જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું
