સુરત : લાખોની ઠગાઈ આચરનાર ચાઈનીઝ ગેંગના સાગરીતો ઝડપાયા
બિલ્ડીંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પુર્ણ કરવાનુ કહી લાખોની ઠગાઈ
આરોપીઓને સુરત રેન્જ સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા
ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડીએલએફ કંપનીના અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પુર્ણ કરવાનુ કહી લાખોની ઠગાઈ આચરનાર ચાઈનીઝ ગેંગના સાગરીતોને સુરત રેન્જ સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન વસ્તુઓના વેચાણ સાથે ઠગાઈ એટલે કે ફ્રોર્ડના કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક રીતે ડી.એલ.એફ। કંપનીના અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટ ખરીદી કરવાના ટાસ્ક પુર્ણ કરવાનું કહી સુરતના ઈસમ સાથે 14 લાખ 84 હજારથી વધુની ઠગાઈ આચરનાર ચાઈનીઝ ગેંગના સાથીદારો અશોક પરમાર, દિલીપચંદ રાવ તથા બેંક ખાતુ ખોલાવી બેંક ખાતાની કીટ અને સીમકાર્ડ મેળવનાર એજન્ટ અલ્તાફ શેખ, ફેઝલ કુરેશી, તો સાયબર ફ્રોડ કરતી ચાઈનીઝ ગેંગ સાથે મળી યુએસડીટી ક્રિપ્ટોનુ વેચાણ કરતા આતીફ અજમેરી અને સલમાન પટાણ તથા પોતાના અને અન્યોના ક્રેડીટ કાર્ડ આપનાર સફવાન શેખ, અલ્તમાસ શેખને સુરત રેન્જ સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા હતાં.
