સુરતની ફેમિલી કોર્ટમાં સાત વર્ષની બાળાની દીક્ષાનો મામલો
બાળાની દીક્ષા રોકવા મામલે પિતા દ્વારા અરજી કરાઈ
નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય હોવાનું મંતવ્ય
સુરતની ફેમિલી કોર્ટમાં સાત વર્ષની બાળાની દીક્ષા રોકવા મામલે પિતા દ્વારા અરજી કરાઈ છે તો વકીલ દ્વારા નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય હોવાનું મંતવ્ય રજુ કરાયુ હતું.
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષા રોકવવાનો મામલો ફેમિલી કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. સાત વર્ષની બાળકીને દિક્ષા આપવાની હોવાની માહિતી મળતા જ બાળકીના પિતા કોર્ટના શરણે ગયા હતા અને અરજી કરી હતી. જેમાં આક્ષેપ કરતા કહ્યુ હતુ કે પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું છે. દીક્ષા વિવાદને કારણે દંપતીને છ મહિનાથી અલગવાસ છે. તો પિતાને પરિચિતો પાસેથી દીક્ષા વિશે ખબર પડતા બનાવ બહાર આવ્યો હતો. બાળકી નાની છે, મોટી થયા બાદ દીક્ષા બાબત ચર્ચા કરવાની પિતાએ માંગ કરી હતી. જો કે પત્ની દીક્ષા માટે જીદ રાખતી હતી અને ઝઘડા બાદ પિયર ચાલ્યા જવાની ફરિયાદ કરી હતી. મહારાષ્ટ્રમાં પહેલીવાર 59 મુમુક્ષુઓની પાઘડી બાંધાણીની તૈયારી થઈ રહી છે અને મુંબઈમાં 8 ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ યોજાવાનો છે ત્યારે પિતાનો દાવો છે કે મારી સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી છે. અને કોર્ટ સમક્ષ દીક્ષા રોકવાની વિનંતી કરી હતી. તો નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય હોવાનું વકીલે મંતવ્ય આફ્યુ હતું. ત્યારે દીક્ષા પર મનાઈ મુકાય તે માટે કોર્ટમાં જોરદાર દલીલો થઈ હતી.
