સુરતના કોસાડ આવાસ ખાતેથી લાશ મળી

Featured Video Play Icon
Spread the love

સુરતના કોસાડ આવાસ ખાતેથી લાશ મળી
મહિલાની કોથળામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી
કોથળામાં બાંધી અહીં કોણે ફેંકી તે અંગે પોલીસે તપાસ શરુ કરી

સુરતના કોસાડ આવાસ ખાતેથી એક મહિલાની કોથળામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી તઈ ગઈ હતી.

સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ મહિલાની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. કોસાડ આવાસમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત સાફ-સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો. જેને લઈ કોથળો ખોલતા અંદરથી એક આશરે 57 વર્ષની મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જેને લઈ આ ઘટનાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરાતાજ તાત્કાલિક અમરોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે અને હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લાશ કોણની છે અને કોથળામાં બાંધી અહીં કોણે ફેંકી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *