માંડવી : તાપી નદીમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી
મરણ પામનાર વ્યક્તિનું નામ જીતુ ગોવિંદ ગામીત
પોલીસે લાશનો કબ્જે લઇ તપાસ હાથ ધરી
માંડવી નગરમા તાપી નદીમાં અજાણ્યા વ્યક્તિની લાશ તણાઈ આવી.
આજરોજ માંડવી નગરમાં તાપી નદીમાં તારીખ 24/8/2025 ના રોજ મ એક અજાણ્યા વ્યક્તિની લાશ તણાઈ ને આવી હતી.જે અંગેની ની જાણ માંડવી પોલીસ સ્ટેશન દ્વારા માંડવી નગરપાલિકા ના ફાયર બ્રિગેડને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર જઈ તાપી નદીમાંથી આ અજાણ્યા વ્યક્તિની લાશ પાણીમાંથી બહાર કાઢેલ છે. મરણ પામનાર વ્યક્તિનું નામ જીતુભાઈ ગોવિંદ ભાઈ ગામીત રહેવાસી માંડવી દશેરા પીપરડી વિસ્તારનો હોવાનું જાણવા મળેલ છે. જેની ઉંમર અંદાજે 26 થી 27 વર્ષ જાણવા મળેલ છે. પોલીસ તંત્ર દ્વારા પીએમ કરાવી તેમના વાલી વારસો ને કબજો સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
