સુરતમાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
આરોપી રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
પુણા પોલીસ મથકમાં વર્ષ 2021માં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત માં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના ઉમેદપુર ખાતેથી પુણા પોલીસ મથકમાં વર્ષ 2021માં એટલે કે પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજસ્થાન ચિત્તોડગઢના ગણપતલાલ દેવીલાલ ધાકડને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જ પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
