સુરત ખટોદરામાં અસામાજિક તત્વોનો આતંક
ઠાકોરદીપ સોસાયટીમાં વાહનોમાં આગ લગાવી
પોલીસે તપાસ હાથધરી 3 આરોપીઓની ધરપકડ કરી
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ ખટોદરા વિસ્તારમાં ઠાકોરદીપ સોસાયટીમાં વાહનોમાં આગ લગાવાઈ હોવાની ઘટના સામે આવી છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ખટોદરામાં ઠાકોર દીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડ ના ઘરની બહાર બે વાહનો પાર્ક હતા તેમાં રાત્રિ દરમિયાન આરોપીઓએ આગ લગાવી હતી અને આગ લગાવી ગુનેગારો ફરાર થઈ ગયા હતાં. તો આગની ઘટનાને લઈ વાહન માલિક સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવા પ્રયાસ કર્યો હતો. આગની ઘટના બંને મોપેટ વાહન બળીને ખાખ થઈ ગઈ હતી. જેને લઈ મોપેટ માલિકે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને ખડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ ઇસમોની અટકાયત કરી હતી. આરોપીઓએ જૂની અદાવતમાં વાહનોમાં આગ લગાવી હોવાની કબુલાત કરતા પોલીસે ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
