સુરતમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
30 જેટલાં ફોન પોલીસે મુળ માલિકોને પરત કર્યા
મુળ માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરતની કાપોદ્રા પોલીસ દ્વરા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ શોધી કાઢી મુળ માલિકોને પરત કરાતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલ ખોવાયેલ મોબાઈલ શોધી કઢાયા હતાં. આશરે 3 લાખ 10 હજારની કિંમતના 30 જેટલાં મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા જેને લઈ પોતાના કિંમતી મોબાઈલ પરત મળતા મુળ માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
