ઉત્રાણ પોલીસ ખાતે ‘તેરા તુજ’ કો કાર્યક્રમ યોજાયો
ગુમ અને ચોરી થયેલા માલ મૂળ મલિકને પરત કરાયા
ઉત્રાણ પોલીસે તેરા તુજ કો ર્પણ કાર્ક્રમ હેઠળ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી અને સોનાની ચેઈન તથા મોપેડ શોધી મુળ માલિકોને પરત કરી હતી.
સુરત પોલીસ કમિશર, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આહિરના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીયુ બારડની સુચનાને લઈ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધર્મેન્દ્રગીરીએ ગુમ થયેલા, ચોરાયેલા મોબાઈલ ફોન તથા સોનાની ચેઈન અને એક્ટીવા શોધી કાઢી મુળ માલિકોને પરત કરાઈ હતી. જેમાં પોલીસે 19 જેટલા મોબાઈલ ફોન, સોનાની ચેઈન અને મોપેડ એક્ટીવા મળી મુળ માલિકોને સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
