તાપી જિલ્લા વન વિભાગે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કર્યું
રવિવારે 10 ઑગસ્ટ ના રોજ ટ્રેકિંગ કેમ્પનું આયોજન
પણ આંબા પાણીના પાપી ડુંગરના જંગલોની સાથે પાકૃતિક સૌંદર્યાની મજા
તાપી જિલ્લા વન વિભાગ દ્વારા ગત રવિવારની જેમ આવનાર રવિવારથી 3 વિક સુધી દર રવિવારે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ રવિવારે તારીખ 10 ઓગસ્ટના આંબા પાણી પાપી ડુંગરના જંગલોનું ટ્રેકિંગ કરવા જોડાવો
ગુજરાતનો તાપી જિલ્લો કુદરતી સંપત્તિથી ભરેલો જિલ્લો છે. જો તમે વરસાદની ઋતુમાં એક વખત તાપી જિલ્લાના જંગલોમાં ફરશો તો તમને જીવનભરનો યાદગાર અનુભવ મળશે. તાપી જિલ્લાના જંગલોમાં વહેતા ધોધ, વરસાદી નદીઓ અને લીલાછમ પર્વતો સાથે જંગલોની સુંદરતા લોકોને આકર્ષિત કરે છે. એકવાર તમે આ જંગલોમાં ફરશો તો અહીંની પ્રકૃતિ તમને મોહિત કરશે. પરંતુ શહેરોમાં રહેતો માણસ ધીમે ધીમે પ્રકૃતિથી દૂર થઈ રહ્યો છે. આજકાલ, જ્યારે લોકો જંગલોમાં ફરવા જાય છે ત્યારે પણ તેઓ પોતાનો કચરો અને પ્લાસ્ટિક ત્યાં ફેંકી દે છે. જેના કારણે પ્રકૃતિને નુકસાન થાય છે. લોકોને આવું કરતા અટકાવવા અને લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે, વન વિભાગે તાપી જિલ્લામાં એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કર્યું હતું. દૂર-દૂરથી આવેલા પ્રકૃતિ પ્રેમીઓએ ગોમુખ મહાદેવ મંદિરની આસપાસના જંગલોમાં ટ્રેકિંગ કરીને શોક વ્યક્ત કર્યો હતો. વન વિભાગે ટ્રેકિંગ માટે આવેલા લોકોને જંગલો વિશે સમજાવ્યું હતું અને જાગૃતિ પણ ફેલાવી હતી. આ પ્રસંગે વન અધિકારી પુનીત નાયરે શું કહ્યું? અને ચાલો જાણીએ કે ત્યાં આવેલા પ્રવાસીઓએ અમારી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં પોતાના અનુભવો શેર કરતી વખતે શું કહ્યું ? સાંભળીએ
