સુરતમાં સાયબર ક્રાઈમ સેલનું સરપ્રાઈઝ ઓપરેશન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સાયબર ક્રાઈમ સેલનું સરપ્રાઈઝ ઓપરેશન
કતારગામમાં મોટા સાયબર ઠગો ઝડપાયા
7 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ
મેટાડોર એકેડમીમાંથી સાયબર ગેંગ ઝડપાઇ

સુરત સાયબર ક્રાઈમની ટીમે કતારગામ ખાતે સરપ્રાઈઝ ઓપરેશન હાથ ધરી સાયબર ક્રાઈમના રેકેટને ઝડપી પાડી ત્યાંથી સાત આરોપીઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં સાયબર ક્રાઈમના વધી રહેલા કિસ્સાઓને લઈ સાયબર ક્રાઈમની ટીમ મેદાને આવી ગઈ છે ત્યારે સાયબર ક્રાઈમ સેલની ટીમે કતારગામ ખાતે આવેલ મેટાડોર ટ્રેડિંગ એકેડમી ખાતે સરપ્રાઈઝ ઓપરેશન હાથ ધર્યુ હતુ જ્યાંથી સાયબર ક્રાઈમના રેકેટ ચલાવનાર મીત પ્રદિપ શાહ, યશ હરીદાસ શિંદે, રૂષિકેશ સપકાળ, નિલેશ સોલંકી, જિજ્ઞેશ માંગુકીયા, જિતેન્દ્ર વાડદોરીયા, સતિષ માંગુકીયા અને તદીપ કકાણીને ઝઢપી પાડ્યા હતાં. પોલીસે તેઓ પાસેથી 24 મોબાઈલ, 20 બેંકના અલગ અલગ ડેબીટ કાર્ડ, 19 બેંક પાસબુક, 22 ચેકબુક, અલગ અલગ કંપનીના 29 જેટલા બનાવટી સીલ, 3 લેપટોપ, સીપીયુ તથા રોકડ 1.95 લાખ મળી 5 લાખ 81 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીઓની તપાસ કરતા તેઓ વિરૂદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં 67 જેટલી સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાઈ હોય અને તેઓએ 7 કરોડ 96 લાખ 39 હજારથી વધુનુ ફ્રોડ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *