સુરતની સલાબતપુરા પોલીસે નશાકારક સીરપ ઝડપ્યું
ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં દરોડા પાડયા
23 હજારની નશાકારક કોરેક્સ બોટલ મળી
સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદે નશાકારક કોરેક્સ બોટલનુ વેચાણનો પર્દાફાશ કર્યો હતો.
સુરત સલાબતપુરા પોલીસે ગેરકાયદેસર નશાકારક ફોરેક્સ બોટલ નું વેચાણ કરનાર નો ફર્દાફાસ કર્યો હતો. ઉમરવાડા ચીમની ટેકળાં ખાતે સલાબતપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી અનવર ખાન પઠાણ અને સલમાન ખાનના ઘરેથી મોટી સંખ્યામાં કોરેક્સ ની બોટલો કબજે કરાઈ હતી. 23 હજાર ની નશાકારક ફોરેક્સ બોટલ મળી આવતા પોલીસે આરોપી અનવરખાન પઠાણની ધરપકડ કરી હતી. જ્યારે તેનો પુત્ર સલમાન ખાન પઠાણ ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સલાબતપુરા પોલીસ હાથ ધરી છે.
