સુરતની રાંદેર પોલીસે ઓનલાઈન નકલી વસ્તુઓ પકડી
ઓનલાઈન નકલી વસ્તુઓ વેંચનારાઓને ઝડપી પાડ્યા
આબિદ કુડા અને સુફીયાન પલ્લાની ધરપકડ કરી
સુરતની રાંદેર પોલીસે અડાજણ વિસ્તારમાંથી સોશીયલ મીડિયા થકી ઓનલાઈન નકલી વસ્તુઓ વેંચનારાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતની રાંદેર પોલીસ ત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પોલીસની ટીમ દ્વારા અડાજણ બસ ડેપો ખાતે આવેલ હબ ટાઉનમાં આવેલા પાનના ગલ્લાઓ અને વિવિધ દુકાનોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન કોમ્પ્લેક્સના પાંચમા માળે આવેલી દુકાન નંબર 503 અને 507 શંકાસ્પદ જણાઈ હતી. પોલીસ તપાસમાં આ દુકાનોમાંથી નામી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી-શર્ટ્સ અને ક્રોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે દુકાનોમાંથી આબિદ કુડા અને સુફીયાન પલ્લાની ધરપકડ કરી 1.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
