સુરતની ઉત્રાણ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે જયદિપ પરેશ કાનાણીના ઘરે દરોડા પાડ્યા
પોલીસે 2 લાખ 90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી
સુરતની ઉત્રાણ પોલીસે તહેવારો સમયે ઘરેથી દારૂનો વેપલો કરનારને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરતની ઉત્રાણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. ડી.યુ. બારડને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસે મોટા વરાછા ખાતે આવેલ અબ્રામા રોડ પર ટ્વીન ટાવર બી બિલ્ડીંગમાં રહેતા જયદિપ પરેશ કાનાણીના ઘરે દરોડા પાડી ત્યાંથી દારૂનો જથ્થો તથા અન્ય મત્તા મળી 2 લાખ 90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
