સુરતની લાલગેટ પોલીસે 22 હુક્કા તથા હુક્કાના સામન કબ્જે કર્યો
બનારસી પાનની દુકાનમાંથી ગોગો સ્મોકીંગ કોન, રોલીંગ પેપર
પરફેક્ટ રોલ તથા હુક્કાઓનુ વેચાણ કર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી
સુરતની લાલગેટ પોલીસે ગોગો સ્મોકીંગ કોન, હુક્કા વેચાણ કરનારાઓને પકડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા નશાકારક વસ્તુઓના સેવન કરવા માટે વપરાતા ગોગો સ્મોકીંગ કોન, રોલીંગ પેપર, પરફેક્ટ રોલ તથા હુક્કાઓનુ વેચાણ કર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાલગેટ પોલીસે બનારસી પાનની દુકાનમાંથી ગોગો સ્મોકીંગ કોન, રોલીંગ પેપર તથા ચેતવણી વગરની સિગારેટ કબ્જે કરી હતી. જ્યારે સાથે અન્ય એક દુકાનમાંથી પણ 22 હુક્કા તથા હુક્કાના સામનને કબ્જે લઈ દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
