સુરતની ભેસ્તાન પોલીસે અપહરણના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો
પોલીસે યુપીના ઝોનપુરથી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા
ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ ના ગુનાનો ભેદ ઉકેલી કાઢી પોલીસે યુપીના ઝોનપુરથી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢ્યા છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરવયની દિકરીને અજાણ્યો ઈસમ ભગાડી ગયો હોવાની ફરિયાદ ભેસ્તાન પોલીસ મથકે નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધીર હતી અને ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતી તથા સેકન્ડ પી.આઈ. જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.બી. ચૌધરીની ટીમના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ તથા અંકુશ અને વુમન લોક રક્ષક જાગૃતિબાએ બાતમીના આધારે યુપીના જોનપુર ખાતે જઈ ત્યાંથી આરોપી સત્યમકુમાર ઉર્ફે લાલુ રાજકુમાર ગૌતમને ઝડપી પાડી તેની પાસેથી ભોગ બનનારને સગીરાને મુક્ત કરાવી હતી.
