સુરત : એસટી બસે 2 બાઇક ચાલકને અડફેટે લીધા
સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસ એ સર્જ્યો અકસ્માત
અકસ્માતમાં ચારથી વધુ બાઈકનો કચ્ચરઘાણ અને ચાર લોકોને પહોંચી ઇજા
ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો
સુરતમાં ભારે વાહનના ચાલકો કેટલીક વાર બેજવાબદારી રીતે વાહન હંકારે છે ત્યારે એસટી બસના ચાલકે સહારા દરવાજા ગરનાળા નીચે બેફામ બસ હંકારી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. તો લોકોએ બસ ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.
સુરતમાં વારંવાર ભારે વાહનના ચાલકો અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે સહારા દરવાજા ગરનાળા નીચે એસટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. બસ ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ભાગી છુટતા લોકોએ પીછો કરી બસ ચાલકને પકડી પાડ્યો હતો. તો બસની બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત સર્જાયુ હોવાનું ડ્રાઈવરે રટણ કર્યુ હતું. બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો અકસ્માતની ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે.
