સુરત : સચીન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો
સચીન પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
ઈ એફઆઈઆર પોર્ટલ પર દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનાનો સચીન પોલીસે ભેદ ઉકેલી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા ઈ એફઆઈઆર મુજબ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડિકેટ્ર કરવા અપાયેલી સુચનાને લઈ સચીન પી.આઈ. પી.એન. વાઘેલા તથા પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલા અ.હે.કો. ભરતભાઈ તથા અ.પો.કો. કિશનભા સહિતનાઓએ બાતમીના આધારે ઈ એફઆઈઆર પોર્ટલ મુજબ દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનાના આરોપી એવા મુળ યુપીનો અને હાલ સચીન એપ્રલ પાર્ક સુડા સેક્ટર વનમાં રહેતા ચંદન રામબાબુ નિશાદને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
