સુરત : આરટીઓ ડુપ્લીકેટ રસીદ બનાવી વાહન છોડવાના રેકેટનો મામલો

Featured Video Play Icon
Spread the love

સુરત : આરટીઓ ડુપ્લીકેટ રસીદ બનાવી વાહન છોડવાના રેકેટનો મામલો
છ મહિનાથી ભાગતો ફરતા રીક્ષા ચાલક સુનિલ શર્માની ધરપકડ
ભેજાબાજોએ સરકારી તિજોરીને 2.38 લાખનો ચૂનો ચોપડ્યો હતો
આરોપી છ મહિનાથ કૌભાંડમાં વોન્ટેડ હતો.

આરટીઓની બોગસ રસીદોથી જપ્ત વાહનો છોડાવવાના ગુનાના મુખ્ય સુત્રધારને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે.  તો આરોપી છ મહિનાથ કૌભાંડમાં વોન્ટેડ હતો.

સુરત શહેરમાં આરટીઓની બોગસ રસીદોથી જપ્ત વાહનો છોડાવનારનો સૂત્રધારને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરટીઓમાં દંડ ભર્યા અંગેની બોગસ રસીદો બનાવી તે રસીદોથી ટ્રાફિક પોલીસે જપ્ત લીધેલા વાહનો બારોબાર છોડાવી દેતા હતા. તો આ મામલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ યુવકો આવ્યા હતા. વિશાલ, ક્રિષ્ણા અને સુનિલ આવી આરોપી વિશાલે આરટીઓ ભર્યાની સ્લીપ રજૂ કરી હતી. તો તપાસ કરતા સ્લીપ ખોટી હોવાનું સામે આવ્યુ હતું. તેમજ અન્ય વાહન માલિક દ્વારા ભરાયેલા દંડની વિગતો મળી હતી અને આરોપીઓએ 29 જેટલા વાહનો ખોટી રસીદ રજૂ કરીને છોડાવવાનું બહાર આવ્યું હતું. તો છેલ્લા એક વર્ષના સમયગાળામાં વિશાલ, ક્રિષ્ણા, સુનિલ સહિતની ઠગ ટોળકી આ રીતે ગોલમાલ કરી આરટીઓ અધિકારીની બોગસ સહી કરી 29 વાહનો છોડાવી ગઈ હતી. અને ભેજાબાજોએ સરકારી તિજોરીને 2.38 લાખનો ચૂનો ચોપડ્યો હતો. તો આ ગુનામાં  છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપી એવા સુનિલ શ્રીવાસ્તવ શર્માને સરથાણા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *