ચાર વર્ષના ગુમ થયેલા બાળકને સુરત પોલીસે શોધ્યું
અલથાણ અને પાંડેસરા પોલીસે ત્વરિત ટીમો બનાવી તપાસ કરી
બાળકને શોધી માતા-પિતાને સોંપતા પોલીસનો આભાર માન્યો
ચાર વર્ષના ગુમ થયેલા બાળકને અલથાણ અને પાંડેસરા પોલીસે ત્વરિત ટીમો બનાવી સીસીટીવી તથા હ્યુમન સોર્સીસની મદદથી શોધી કાઢી માતા-પિતાને સોંપતા પોલીસનો આભાર માન્યુ હતું.
અલથાણ અને પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. 4 વર્ષનું બાળક ગુમ થઈ જતાં તેનું ફોટો વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો, અને કેટલાક સીસીટીવી કેમેરામાં પણ ચેક કર્યું હતું. જે બાદ પાંડેસરા વિસ્તારમાં બાળક મળ્યું અને બાળકને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. ત્યારબાદ અલથાણ પોલીસ દ્વારા બાળકને તેના માતા-પિતાની પાસે સુરક્ષિત રીતે લઈ ગયા હતાં. તો પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા અલથાણ પોલીસે માતા-પિતા અને બાળક વચ્ચે પુનઃમિલન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.
