સુરત આગામી આવી રહેલા તહેવારોને લઈ પેટ્રોલિંગ
ભેસ્તાન પોલીસે વરસતા વરસાદ વચ્ચે પેટ્રોલિંગ કર્યું
સુરત આગામી આવી રહેલા તહેવારોને લઈ સુરતની ભેસ્તાન પોલીસે વરસતા વરસાદ વચ્ચે પેટ્રોલિંગ કરી શહેરીજનોને સુરક્ષાનો અનુભવ કરાવ્યો હતો.
સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કાંકરીચાળો ન કરે તે માટે સુરત પોલીસ તૈયાર હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આગામી આવી રહેલા તહેવારોને લઈ સુરતની ભેસ્તાન પોલીસે પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વરસતા વરસાદમાં કોમ્બિંગ કર્યુ હતુ. કોમ્બિંગ સાથે ભેસ્તાન પોલીસે વાહન ચેકીંગ અને સાથે ગુનેગારોની તપાસ પણ કરી હતી. જેથી લોકોએ પણ વરસતા વરસાદ માં પોલીસે કરેલ કોમ્બિંગને લઈ સુરક્ષાનો અનુભવ કર્યો હતો.
