સુરત એલસીબી ઝોન 6 ની ટીમે ડિંડોલીમાંથી ગાંજાનો જથ્થો ઝડપ્યો
મહારાષ્ટ્રના ઇરફાન ઉર્ફે ઇપુ સતાર મન્સુરીને ઝડપી પાડ્યો
મોબાઈલ સહિત 32 હજારથી વધુની મત્તા કબ્જે કરી
સુરતની એલસીબી ઝોન છની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ડિંડોલીમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન-6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈદ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળ બનાવવા આપેલી સુચનાને લઈ એલસીપી ઝોન 6ના અ.હે.કો. દિપકકુમારને મળેલી બાતમીના આધારે ડિંડોલી પી.આઈ. આર.જે. ચુડાસમાની ટીમે ડિંડોલી ભેસ્તાન આવાસમાંથી મુળ મહારાષ્ટ્રના ઇરફાન ઉર્ફે ઇપુ સતાર મન્સુરીને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો અને મોબાઈલ સહિત 32 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
