સુરત : લાલગેટથી બાળકનુ અપહરણ કરી ગયેલી મહિલા વલસાડથી ઝડપાઇ
ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલવા 800થી વધુ કેમેરા ચેક કર્યા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મહિલા આરોપીની ધરપકડ
લાલગેટ પોલીસ મથકની હદમાંથી એક ચાર વર્ષના બાળકનુ અપહરણ કરી ગયેલી મહિલાને વલસાડથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી બાળકને સહિસલામત મુક્ત કરાવ્યો હતો. તો ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલવા 800થી વધુ કેમેરા ચેક કર્યા હતાં.
સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ચોક બજાર ખાતે આવેલ ઈન્ડિયા બેકરી પાસેથી સાંજના સમયે એક ચાર વર્ષના બાળકનુ અપહરણ થયુ હતુ. જે અંગે લાલગેટ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાની ગંભીરતા જોઈ 7 અધિકારી અને 50 કર્મચારીઓની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને લાલગેટ વિસ્તારના 800 થી 1000 જેટલા સીસીટીવી ચેક કરી આખરે વલલસાડ જિલ્લાના લીલાપુર ગામની સુરેખા સંજય નાયકા નામની મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી અપહ્યત બાળકને મુક્ત કરાવ્યો હતો. અને સુરત લાવી પુછપરછ કરતા મહિલાએ કબુલાત કરી હતી કે ત વલસાડથી નીકળી વડોદરા, હાલોલ, પાવાગઢ ખાતે ગઈ હતી અને ત્યાં બાળકનુ અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા ન મળતા સુરત આવી હતી અને સુરતમાં બળક એકલો દેખાતા તેને લઈ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં પોતાના ગામ ગઈ હતી.
