સુરત ફેમીલી કોર્ટે કેસનો આખરી નિકાલ પહેલા આદેશ
પત્નિ અને પુત્રીને વચગાળાની ખોરાકી ચુકવવા માટે પતિને આદેશ
પત્નીએ પતિ મોહંમદ સમીર બનુમીયાં રાજા વિરૂદ્ધ કેસ કર્યો હતો
સુરત ફેમીલી કોર્ટે કેસનો આખરી નિકાલ થતા પહેલા જ પત્નિ અને પુત્રીને વચગાળાની ખોરાકી ચુકવવા માટે પતિને આદેશ કર્યો છે.
સુરત ફેમીલી કોર્ટમાં શેહનાઝબાનુએ એડવોકેટ શમીમ આઈ. મલેક દ્વારા પોતાની પુત્રી અને પોતાની માટે માસીક ખોરાકી પોષાકી મેળવવા માટે પતિ મોહંમદ સમીર બનુમીયાં રાજા વિરૂદ્ધ કેસ કર્યો હતો. તો કેસમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે શેહનાઝબાનુના 26 – 11 – 2016ના રોજ સમીર બનુમીયાં રાજા સાથે લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેઓને એક પુત્રીનો જન્મ થયો છે. જો કે હાલ પતિ સમીરએ મુંબઈમાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે અને તેણીને ઘર ખર્ચ આપતા નથી અને આદર્શ પતિ તરીકે પોતાની ફરજ અદા કરી નથી. સાથે મારપીટ પણ કરે છે તેમ કહી એડવોકેટ શમીમ આઈ. મલેક દ્વારા ફેમીલી કોર્ટમાં માસીક ખોરાકી પોષાકીનો કેસ કર્યો હતો જેમાં કોર્ટે કેસનો આખરી નિકાલ થતા પહેલા જ વચગાળાની ખોરાકી ચુકાવવા આદેશ કર્યો છે જેમાં પત્નિને માસિક 6 હજાર અને પુત્રીને માસિક 3 હજાર મળી 9 હજાર ચુકવવા પતિ મોહંમદ સમીર બનુમીયાં રાજાને આદેશ કર્યો છે.
