સુરત પુણામાં 15 વર્ષની સગીરાને 11 મહિના પહેલા ભગાડી
યુવાન અને સગીરાને રાજસ્થાનથી ઝડપી પાડ્યા
ગીરા હાલ આઠ માસની ગર્ભવતી હોવાનુ સામે આવ્યુ
સુરતની પુણા પોલીસે 15 વર્ષની સગીરાને 11 મહિના પહેલા ભગાડી ગયેલા યુવાન અને સગીરાને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. તો સગીરા હાલ આઠ માસની ગર્ભવતી હોવાનુ સામે આવ્યુ છે.
સુરતના પુણા વિસ્તારમાંથી 11 મહિના પહેલા એક 15 વર્ષની સગીરાને એક યુવક ભગાવીને લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા યુવકને સગીરા સાથે રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા હતાં. જોકે સગીરા 8 માસ ગર્ભવતી હોવાનું જાણીને પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો. પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હાલ સગીરાની ઉંમર 16 વર્ષ છે અને ગર્ભપાત કરાવવાની પણ મનાઈ કરી રહી છે. અપહરણ થયાના 7 મહિના થવા છતાં પણ દીકરી અંગે કોઈ ભાળ ન મળતા પરિવારજનો પોલીસને પગે પડીને પોતાની દીકરીને પરત લાવવા માટે પણ આજીજી કરી હતી. તુષારની હાલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
