સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસને મળી સફળતા
ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો સાથે એકને ઝડપી પાડ્યો
પોલીસે 13 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારામાંડવી તાલુકાના વરજાખણ ગામની હદમા ટ્રકમા ગુપ્ત ચોરખાનામા વિદેશીદારૂનો જથ્થો છુપાવી વહન કરી લઈ જવાનુ ષડયંત્ર નિષ્ફળ કરી. વિદેશીદારૂ જથ્થા સહિત રૂ. 13,80,380 ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી ઝડપી પાડતી સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ , સુરત વિભાગ, સુરત તથા રાજેશ ગઢિયા , પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્યનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરી અસરાકારક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસને જરૂરી સુચનાઓ આપેલ. જેના અનુલક્ષીને આર બી ભટોળ પીઆઇ, તથા એમ આર શકોરીયા પી .આઇ તથા પેરોલ ફર્લો સ્કવોડ નાઓએ એલ.સી.બી./પેરોલ ફર્લોના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવી હતી જરૂરી દીશા સુચન કરી, ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી જેના આધારે અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન હે.કો દિનેશભાઈ કાનજીભાઈ હે.કો વિક્રમભાઈ સગરામભાઇ પો.કો નરેશભાઈ હીરાભાઈ પોલીસ સ્ટાફ ને ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ હતી કે વિદેશી દારૂ ભરી એક ટ્રક બારડોલી તરફથી માંડવી તરફ આવી રહેલ છે. જેથી બાતમી ના આધારે માંડવી તાલુકા ના વરજાખણ ગામ ની સીમમાં વડજાખણ ત્રણ રસ્તા પર શિવ શક્તિ સો મીલ રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં હતા તે દરમિયાન એક ટાટા એસ ટ્રક નંબર GJ 05. AT-3009 ટ્રક ને રોકી તેની જડતી કરતા ચોરખાનું બનાવી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેની કુલ કિંમતરૂ. 13,80,380 લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે. તથા આરોપી ટ્રક ચાલક શૈલેષ ગામીત, ધરપકર કરી હતી તેમજ પ્રકાશભાઈ રહે. દમણ તેમજ દિવ્યેશભાઈ, રાહુલભાઈ તથા મેહુલભાઈ ચૌધરી ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
