આજે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિશનની ચૂંટણી
સાડા આઠ વાગ્યેથી જ શરૂ થઈ ગયુ હતુ મતદાન
અગિયાર વાગ્યા સુધી તમામ પરિણામો જાહેર પણ થઈ જશે.
આજે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિશનની ચૂંટણી માટે મતદાન યોજાયો છે. દર વર્ષના સમય કરતા આ વખતે વોટિંગ અડધો કલાક વહેલું એટલે કે સાડા આઠ વાગ્યેથી જ શરૂ થઈ ગયુ હતુ તો અંદાજ છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી તમામ પરિણામો જાહેર પણ થઈ જશે.
સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન દ્વારા જણાવાયુ હતુંકે પ્રમુખ પદની મુખ્ય રેસ બે ઉમેદવારો ઉદય પટેલ અને હેમંત ચાવાલા વચ્ચે હોય બંનેએ છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવ્યુ હતું. મોડી રાત સુધી સ્નેહ મિલન સમારોહ યોજાયા હતા તો તોડ અને જોડની રણનીતિ પણ અમલમાં મૂકાઈ હતી. સુરત કોર્ટ સંકુલમાં યોજાયેલા મતદાનમાં મોટી સંખ્યામાં વકીલો સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતાં. સુરત કોર્ટ બિલ્ડીંગમાં 6433 મતદારો 47 ઉમેદવારોનો ભાવી નક્કી કરશે. તો આ વખતે વકીલોની ચુંટણીમાં મુખ્ય મુદ્દો નવી કોર્ટ બિલ્ડીંગનો રહ્યો છે. તો સૌરાષ્ટ્ર લોબી, મૂળ સુરતીઓ, મહિલાઓ અને મુસ્લિમ વકીલોના મત પોતાની તરફ કરવા માટેના તમામ પ્રયાસો ઉમેદવારોએ કર્યા હતા. પ્રમુખ પદમાં સૌરાષ્ટ્રના વતની એવા એકેય વકીલે દાવેદારી ન કરી હોવાથી બે હજાર મતમાં સૌથી વધુ મત કોણ ખેંચી જશે અને તેજ પ્રમુખ પદની રેસમાં આગળ નિકળી જશેતેવી ચર્ચાઓ છે.
