સુરત ડિંડોલી પોલીસે વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પા્ડયો
નવાગામ ઉધના ભુસાવલ રેલ્વે લાઈન પાસે દારૂ પકડ્યો
બુટલેગર બુટલેગર દયાવાન ઉર્ફે બંટી પાટીલ ભાગી છુટતા વોન્ટેડ
સુરત ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પા્ડયો હતો જ્યારે બુટલેગર ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયો હતો.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, ડીસીબી ઝોન ટુ, મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનના નેજા હેઠળ ડિંડોલી પી.આઈ. આર.જે. ચુડાસમા અને સેકન્ડ પી.આઈ. કે.એ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ. એલ.એચ.મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ડિંડોલી નવાગામ ઉધના ભુસાવલ રેલ્વે લાઈન પાસે ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી આશરે 3 લાખ 48 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર દયાવાન ઉર્ફે બંટી પાટીલ ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
