સુરત : ડાયમંડ વર્કર યુનિયનનો ફેક્ટરી એક્ટ સુધારાના વિરોધમાં આવેદન
12 કલાક કામદીઠ કાયદેસરની મંજૂરીના વિરોધમાં આવેદન
મજૂરોના શોષણ સામે ડાયમંડ યુનિયનો અવાજ
ફેક્ટરી એક્ટ ફેરફાર પર યુનિયનનો વિરોધ
સુરત કલેકટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદન પત્ર આપી ગુજરાત સરકારે વટહુકમ દ્વારા ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવામાં આવે તેવી માંગ કારઈ હતી.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેકટર વતી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની પહેલી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિશે ફેરફારો જાહેર કર્યા છે. આ ફેરફારો મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ 9 કલાકને બદલે 12 કલાક કામ લઈ શકશે. કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના એટલે કે વિરામ વિના લંબાવી શકાશે. પણ એ માટે કામદારની સંમતી મેળવવી પડશે. કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલીક માટે અઘરૂ કામ નથી જ. કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પૂછયે સંમતી પત્ર પર સહી લઈ લેવાશે. તો છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમેય કામદારો પાસે 12-12 કલાક કામ કરાવી જ રહ્યા છે. અત્યાર સુધી કામદાર પાસે દરરોજ 12 કલાક કામ લેવાનું ગેરકાયદેસર ગણાતું હતું પરંતુ હવે આ ગેરકાયદે ગણાતા પગલાને સરકારે કાયદેસર કરી મજૂરોનુ શોષણ કરવાની માલિકોને પરવાનો આપી દેવામાં આવ્યો છે. ફેક્ટરી એક્ટમાં સુધારા મુજબ કલમ 59 મા, કામદાર પાસે અઠવાડીયામાં 48 કલાકથી વધુ કામ લેવાનું નથી. કામદાર પાસે જો અઠવાડીયામાં 4 દિવસ 12 કલાક કામ કરાવ્યું હોય તો પછીના બે દિવસ તેને વેતન સહિતની રજા આપવાની વાત આ કલમમાં કરવામાં આવી છે. જો કામદાર વેતન સાથેની રજામાં કામ કરે તો. બમણા દરે વેતન એટલે કે ઓવસ્ટાઈમ આપવાની જોગવાઈ કરી છે. તેવી રજુઆતો આવેદન પત્રમાં કરાઈ હતી.
