સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
આરોપી વચગાળાના જામીન મેળવી જામીન પરથી ફરાર થયા હતા

 

હત્યાના ગુનામાં ઝડપાયા બાદ વચગાળાના જામીન મેળવી જામીન પરથી ફરાર થઈ ગયેલા હત્યારાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે  ઝડપી પાડી લાજપોર જેલને સોંપ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ, ફર્લો અને વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીઓને શોધી કાઢવા આદેશ અપાયો હોય જેને લઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી જેમાં રૂસ્તમપુરા ચીરાગ હોટલ પાસેથી વચગાળાના જામીન લઈ ફરાર થયેલા આરોપી સંજય ઉર્ફે સંજુ મનસુખ વસાવાને ઝડપી પાડી લાજપોર જેલને તેનો કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *