સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાઈબ્રિડ ગાંજાને ઝડપ્યો
થાઈલેન્ડ બેંગકોકથી ફ્લાઈટમાં સુરત આવેલ મુંબઈનો ઈસમ
1 કરોડ 70 લાખનો ડ્રગ્સ કબ્જે કરાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગત 18 મીએ થાઈલેન્ડ બેંગકોકથી ફ્લાઈટમાં સુરત આવેલા મુંબઈના ઈસમને હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા બાદ રિમાન્ડ દરમિયાન તેની પુછપરછ કરી વધુ 1 કરોડ 70 લાખનો ડ્રગ્સ તેની પાસેથી કબ્જે કરાયો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત ઈન્ટરનેશનલ એરોપોર્ટ પરથી એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં થાઈલેન્ડ બેંગકોકથી સુરત એરપોર્ટ પર ઉતરેલા મુંબઈના ઝફર અકબર ખાનને ક્રાઈમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો હતો. સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા ઝફરખાનની બેગની સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને સી.આઈ.એસ.એફ.ની ટીમે તપાસ કરતા તેની અંદર રાખેલા કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા, જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી 1 કરોડ 41 લાખથી વધુો મુદ્દામાલ કબ્જે કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યો હતો જ્યારે આરોપીની રિમાનડ દરમિયાન થયેલી પુછપરછમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 1 કરોડ 70 લાખની કિંમતનો હાઈડ્રો વીડ એટલે કે હાઈડ્રોપોનિક કેનાબીસ ડ્રગ્સનો 4 કિલો 800 ગ્રામથી વધુનો જથ્થો કબ્જે કર્યો હતો.
