સુરત ચોક બજાર પોલીસે લુંટેરી દુલ્હનને ઝડપી
લુંટેરી દુલ્હન ગેંગના બે આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપ્યા
લુંટેરી દુલ્હન ગેંગમાં રેખાદેવી વિરેન્દ્ર યાદવ, સોનુ ગુપ્તા, અશ્વિન પાટીલ
ચોક બજાર પોલીસે લુંટેરી દુલ્હન ગેંગના બે આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.
ચોક બજાર પોલીસ મથકની હદમાં રહેતા યુવાનને લગ્નની લાલચ આપી લુંટેરી દુલ્હન ગેંગની રેખાદેવી વિરેન્દ્ર યાદવ, સોનુ ગુપ્તા, અશ્વિન પાટીલ સહિતનાઓએ યુવાનને સાદાઈથી લગ્ન કરવા તથા અન્ય વાતો કરી યુવાન પાસેથી 1 લાખ 30 હજાર પડાવી લઈ રેખાદેવી આશરે બે દિવસ યુવાન સાથે તેના ઘરે રહી હતી અને ત્યારબાદ પ્રોપર્ટીના કામકાજ અર્થે ગામ જાઉ છુ તેમ કહી જતી રહી હતી જે અંગે યુવાને ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોય જેને લઈ ચોક પીઆઈ એનજી ચૌધરીની પીએસઆઈ એએચ નિનામાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રવિન્દ્ર અને અપોકો સોનલબેન તથા ઝોન 3 એલસીબી સ્કોડના અહેકો વિકાસને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી નકલી ગેંગના નકલી દુલ્હન રેખાદેવી વિરેન્દ્ર માલે યાદવ અને અજય ઉર્ફે સોનુ રામશંકર ગુપ્તાને ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
