સુરત : અડાજણ ચોકસીની વાડી પાસે ભુવો પડ્યો
સીટી બસનુ ટાયર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયુ
સુરતમાં ભુવા પડવાની ઘટના યથાવત હોય તેમ અડાજણ ચોકસીની વાડી પાસે મુખ્ય રોડ પર જ ભુવો પડતા સીટી બસનુ ટાયર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયુ હતું.
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તા ધોવાઈ જવાના અને ખાડા પડવાના બનાવો બની રહ્યા છે ત્યારે હવે ભુવા પડવાનુ પણયથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં ચોક્સી ની વાડી પાસે મુખ્ય માર્ગ પર જ ભુવો પડ્યો હતો. જાહેર રોડ પર ભુવો પડતા તેમાં સીટી બસનું ટાયર ફસાયું હતુ જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ આ ભુવાએ ખોલી નાંખી છે.
