સુરતના કતારગામ ખાતે રહેતી શિક્ષિકાનો આપઘાત
પાટીદાર સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી
આ પ્રકારનું કૃત્ય ન થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ નીકળી
સુરતના કતારગામ ખાતે રહેતી શિક્ષિકાએ કરેલા આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી હતી.
સુરતના કતારગામની 19 વર્ષીય શિક્ષિકા નેનાના આપઘાતનો મામલે કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ નિકળી હતી. ડભોલી ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા સુધી કેન્ડલમાર્ચ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતાં. 7 થી હજાર લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ હતી. અને ન્યાય આપોના બેનર સાથે લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. તો કોઈપણ સમાજની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ નીકળી હતી. તો કેન્ડલ માર્ચને લઈ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
