સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં આપઘાત મામલો

Featured Video Play Icon
Spread the love

સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં આપઘાત મામલો
બિલ્ડીંગથી પુત્ર સાથે કુદી આપઘાત મામલે પુત્ર બાદ માતાનુ મૌત
બે વર્ષના પૂત્ર સાથે મોતની છલાંગ લગાવી

સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગથી પુત્ર સાથે કુદી આપઘાત મામલે પુત્ર બાદ માતાનુ પણ હોસ્પિટલના બિછાને મોત નિપજ્યુ હતું.

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, 14મા માળેથી બાળક સાથે કૂદનાર મહિલાની ઓળખ ઘટનાના 10 કલાક બાદ આઝાદનગરમાં રહેતી જાહેદા મોહમ્મદ ઇરફાન આલમ તરીકે થઈ છે. મૃતક બે વર્ષના બાળકની ઓળખ અરફાન તરીકે થઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક જાહેદા માઇગ્રેનની બીમારીથી પીડિત હોવાથી ઘરેથી દોઢ કિમી દૂર આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગના 14 મા માળે પહોંચી હતી. જ્યાં તેણે બે વર્ષના પૂત્ર સાથે મોતની છલાંગ લગાવી હતી. આ કરૂણ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *