સુરતના અડાજણ ચંદ્રશેખર બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ ચંદ્રશેખર બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ
એક યુવકે તાપી નદીમાં કુદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પત્નીના ત્રાસ તથા ઘરના કંકાસથી કંટાળીને પગલું ભર્યું

સુરતના અડાજણ ચંદ્રશેખર બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં કુદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે દોડી ગઈ હતી.

સુરતના અડાજણ ખાતે આવેલ ચંદ્રશેખર બ્રિજ પરથી યુવકે કોઈ અગમ્ય કારણોસર તાપી નદીમાં કૂદકો મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશનને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે તાપી નદીમાં કૂદકો મારનાર યુવક સહીસલામત રીતે જાતે જ નદીની બહાર આવી ગયો હતો. જ્યારે ફાયર વિભાગ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવીને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો પ્રાથમિક માહિતી મુજબ યુવક સુરતના પંડોળ વિસ્તારનો રહેવાસી હોવાનુ અને પત્નીના ત્રાસ તથા ઘરના કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *