મેઘરજ પોલીસને ઉન્ડવા ચેકપોસ્ટ પર મળી સફળતા
પિકલ ડાલાના ગુપ્ત ખાણા માંથી જપ્ત 3 લાખનો વિદેશી દારૂ
આરોપી શીવનાથને પોલીસએ દબોચ્યો
અરવલ્લી જિલ્લના મેઘરજના ઉન્ડવામાં ડાલામાંથી 3 લાખનો વિદેશી દારૂ પકડાયો
મેઘરજ પોલીસ સ્ટાફના પોલીસ કર્મીઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન પીકઅપ ડાલુ આવતાં ડાલાને રોકીને તપાસ કરતાં ડાલા માંથી પોલીસને દારૂ હોવાનું જણાતાં પોલીસે વાહનના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 3 લાખનો દારૂ અને અન્ય સામાન મળી કુલ અંદાજે 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે શિવનાથ નામના બુટલેગરને દબોચ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
