સુરતમાં શાળાઓમાં કડક સુરક્ષા
બેગ ચેકિંગ અને શિસ્ત સમિતિ ફરજિયાત
અમદાવાદની ઘટના બાદ સુરતમાં એલર્ટ
ડીઈઓનો શાળાઓને કડક આદેશ
અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરાયેલી હત્યા મામલે સુરત ડીઈઓ દ્વારા તમામ શાળાઓને આદેશ અપાયો છે અને આકસ્મિક રીતે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવા જણાવાયુ છે.
અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલે સુરતમાં ડીઈઓએ તમામ શાળાઓને આદેશ આપ્યા છે અને શાળામાં આવતા વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવા જણાવાયુ છે. ડીઈઓએ આદેશ આપી શાળાઓને જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓ બેગમાં કોઈ ઘાતક હથિયાર લઈને આવતા નથી તે તપાસ કરવાનુ રહેશે. જેને લઈ સુરતમાં જુદી જુદી શાળામાં શુક્રવારે ચેકિંગ શરૂ કરાયું હતું. વિદ્યાર્થીઓ કોઈ પણ ઘાતક હથિયાર કે સંદિગ્ધ વસ્તુ લઈને આવતા જણાય તો કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના બેગ સહિત જુદી જુદી રીતે તપાસ કરાઈ રહી છે.
