માંડવી–તરસાડા પુલ પર ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં
પુલ પર લાઈટ બંધ હોવાના કારણે વાહનચાલકો પરેશાન
લોકોએ વહીવટીતંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો
માંડવી તરસાડા વચ્ચે ના નવા પુલ ઉપર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે અંધાર પટ છવાઈ જાય છે.માંડવી તરસાડાના વાહનચાલકો અને ઈવનિંગ વોક માટે નીકળતા લોકોને ભય ખાડાઓનું રિપેરિંગ પણ તાકીદે હાથ ધરાય તેવી માંગ.
માંડવી-તરસાડા વચ્ચે તાપી નદી પર ચાર વર્ષ પૂર્વે બનાવેલો નવો પુલ, આમ તો વાહનચાલકો માટે રાહતરૂપ નીવડયો છે. પરંતુ આ પુલ પરથી વાપી-શામળાજી હાઇવે પસાર થતો હોવાથી રાત-દિવસ મોટા ભારે લોડેડ વાહનો કાયમી દોડતાં રહે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી પુલ પર બંને સાઈડ પરની સ્ટ્રીટ લાઈટો સંપૂર્ણ બંધ હાલતમાં રહેતા અંધારપટ છવાયેલો રહે છે. જેના કારણે સામ સામે બે વાહન ભટકાય તો મોટો અકસ્માત થવાની ભીતિ રહી છે આ પુલ નેશનલ હાઈવે ઓથોરિટી ના વહીવટી હસ્તક આવે છે અને આ પૂલ પર ટ્રાફિકથી રાત દિવસ ધમધમ તો રહે છે. છતાં પણ વહીવટી તંત્ર લાઈટ ચાલુ કરવા બાબત નિષ્ક્રિયતા સેવે છે. ઉપરાંત ધોબણી નાકાથી તરસાડા સર્કલ સુધીમાં અનેક ખાડા પડયા છે. ત્યારે અનેક વખત બાઈક ખાડામાં પડતાં ચાલકોને ઈજા થવાના બનાવો બન્યા છે. પુલ પર અંધારપટ છવાયેલો રહેવાથી સાંજે ઇવિનંગ વોકમાં નીકળતા લોકોને પણ તકલીફ પડે છે. ઉપરાંત તાપી-નદી પર જે જૂનોપુલ વરજાખણ ખેડપુર છે, તેનો પણ ઘણો વપરાશ થાય છે. જૂના પુલ પર તો પહેલેથી જ લાઈટ વ્યવસ્થા કરવામાં આવી નથી, આથી જવાબદાર તંત્ર દ્વારા નવા-જૂના પુલ પર બંને સાઈડ લાઈટની વ્યવસ્થા અને ખાડાની મારામત તાત્કાલિક કરાય તેવી તીવ્ર લોકમાંગ ઉઠવા પામી છે
