સુરતના મહિધરપુરામાં જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કારખાનામાં ચોરી
ઘરફોડ ચોરીના આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપ્યા
રીઢાઓ ત્રંબક દગુ ગોધડે, જીતેન્દ્ર પંડિત સેજવળ,
સંદિપ બાલસાહેબ જગતાપ અને સાગર ગોરખ ગોસાવીને ઝડપ્યા
સુરતના મહિધરપુરા વિસ્તારમાં જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કારખાનામાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીઓને મહારાષ્ટ્રથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જનરલ સ્કવોર્ડના પી.આઈ.ની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના નાસીક ખાતેથી મહિધરપુરા પોલીસ મથકની હદમાં ગત 6 જુલાઈ 2025ના રોજ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કારખાનામાં રાત્રીના સમયે ઘુસી બંધ કારખાનામાંથી રોકડ દોઢ લાખ તથા બે ચાંદીના ચેઈન અને કિંમતી ચશ્મા સહિતની ચોરી કરનાર રીઢાઓ ત્રંબક દગુ ગોધડે, જીતેન્દ્ર પંડિત સેજવળ, સંદિપ બાલસાહેબ જગતાપ અને સાગર ગોરખ ગોસાવીને ઝડપી પાડી તેઓને સુરત લાવી તેઓનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
