રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચુકવી ચોરી
ચોરી કરતી ગેંગના ત્રણ રીઢાઓને ઉત્રાણ પોલીસે ઝડપ્યા
ખોજમ વોરા, તનવીર પઠાણ અને આશિફ લિમ્બુવાલાને ઝડપ્યા
રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચુકવી ચોરી કરતી ગેંગના ત્રણ રીઢાઓને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીયુ બારડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ આરડી ધાધલની ટીમના અહેકો હરપાલસિંહ સહિતનાઓને મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સા હળવા કરતી ટોળકીના ત્રણ રીઢાઓ ખોજમ ફકરૂદ્દિન વોરા, તનવીર હુસેન પઠાણ અને આશિફ બાબુ લિમ્બુવાલાને ઝડપી પાડ્યા હતાં. ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
