સોનગઢ : ધુલિયા નેશનલ હાઈવે પર ખાડાઓની ભરમાર

Featured Video Play Icon
Spread the love

સોનગઢ : ધુલિયા નેશનલ હાઈવે પર ખાડાઓની ભરમાર
જયસિંગપુરા ટેકરા ઉપર અનાજ ભરેલી જતી ટ્રક પલટી મારી

સોનગઢ ગામમાં આવેલ સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બસ મોટા ખાડાઓની ભરમાર ને લઈ જયસિંગપુરા ટેકરા ઉપર અનાજ ભરેલી જતી ટ્રક પલટી મારી હતી.

સોનગઢ હાઇવે પર ઢેર ઢેર ખાડાને લઈ ટ્રક પલટી મારી હતી અને અત્યારે એક ફોરવીલર ગાડી થી ખાડો બચાવવા જતા એક બાઈકને ટક્કર લાગી છે. ત્યારે સોનગઢ ગામમાં આવેલ સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બસ મોટા ખાડાઓની ભરમાર ને લઈ જયસિંગપુરા ટેકરા ઉપર અનાજ ભરેલી જતી ટ્રક પલટી મારી હતી. અને આજે એ જ બધા ખાડાઓના કારણે ફોરવીલર ગાડી ખાડો બચાવવા જતા એક એકટીવા ને ટક્કર મારી છે. ત્યારે સ્થાનિક વાહન ચાલકોમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને ટોલટેક્સ વસૂલવા માટે કંપની તૈયાર છે મોટા મોટા ટોલો લઈ છે અને આ રોડ રીપેર કરવામાં આટલો વિલંબ કેમ થાય છે શું કારણ છે જે. આ રોડ રિપેર નથી થતા તંત્ર કેમ ધ્યાન નથી દોરતું આ જ રોડ પરથી ધારાસભ્ય અધિકારીઓ બધા જ આવજાવ કરે છે. તેમ છતાં રોડની હાલત આવી કેમ? જો રસ્તા જળવાતા ના હોય તો આ ટોલ ટેક્સ કેમ બંધ નથી કરી દેવામાં આવતો? સોમા કંપનીની બેદરકારીને કારણે હાઇવે પર મુસાફરી કરવી ખરેખર મરણ જનક સમાન બની ગઈ છે અને લોકો કંટાળાઈ ગયા છે ત્યારે સ્થાનિક મંત્રી અને તંત્ર આ રોડનું સમારકામ કરાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે હવે હજુ કેટલા એક્સિડન્ટ થશે અને ક્યારે આ રોડનો નિકાલ આવશે અને કેટલા ઘર દુખી થશે?એ જોવાનું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *