સુરતમાં શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં શ્રીજીની સ્થાપના કરાઈ
દર વર્ષે અલગ અલગ થીમ પર ઈકો ફ્રેન્ડલી શ્રીજીની ઉજવણી
સુરતના કતારગામ દરવાજા ખાતે આવેલ સાંઈ બાબા મંદિર સામે મહાવીર યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં શ્રીજીની સ્થાપના કરાઈ છે તો ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરાઈ હોવાનું આયોજકોએ જણાવ્યુ હતું.
સુરતમાં હાલ ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના કતારગામ દરવાજા ખાતે આવેલ સાંઈ બાબા મંદિર સામે છેલ્લા 30 વર્ષથી મહાવીર યુવક મંડળ દ્વારા ગણપતિ સ્થાપના દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાઈ છે. દર વર્ષે અલગ અલગ થીમ પર ઈકો ફ્રેન્ડલી ગણેશાની ઉજવણી કરાતી હોય આ વર્ષે શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં શ્રીજીની સ્થાપના કરાઈ છે. તો શ્રીજીની ઉજવણીને લઈ મહાવીર યુવક મંડળના આયોજકોએ શુ કહ્યુ સાંભળીયે.
