સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આપના પોલીસ પર ગંભીર આક્ષેપો
ભાજપ દ્વારા પોલીસ અને ગુંડાઓને મોકલી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ
ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે રૂપિયાની ઓફર
સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ભાજપ દ્વારા પોલીસ અને ગુંડાઓને મોકલી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપો કરાયા છે.
સુરતમાં પોલીસ પર આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ગંભીર આક્ષેપો કરાઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા ચુંટણી માં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવાયુ હતું કે ભાજપ દ્વારા પોલીસ અને ગુંડાઓને મોકલી આપના ઉમેદવારોને તોડવાની કોશિશ કરાઈ રહી છે. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ ગંભીર આરોપ લગાવ્યા છે. અને જણાવ્યુ હતું કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે અને ઓફર નહિ માનનારા ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી છે.
