સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાજદ્રોહ કેસ
હાર્દિક પટેલ સહિતનાઓને સુરત સેશન્સ કોર્ટે રાહત આપી
રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી
સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ સહિતનાઓ સામે સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી છે.
સુરતની સેશન્સ કોર્ટે આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે. આ મામલે હારિ્દક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી હતી. સરકારના આ નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે.
