સુરતના સરથાણામાં સરેઆમ ગાંજાનુ વેચાણ
વરાછામાં બ્રિજ નીચે ગાંજાનુ વેચાણ કરનાર કિશોર
ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો
સુરતમાં સરેઆમ ગાંજાનુ વેચાણ થતુ હોવાનુ સામે આવ્યો છે. વરાછામાં બ્રિજ નીચે ગાંજાનુ વેચાણ કરનાર કિશોરનો વિડીયો વાયરલ થયો છે. તો સાથે એમએલએનો પત્ર પણ સામે આવ્યો છે.
સુરતમાં બ્રિજ નીચે ગાંજાનું વેચાણ થતુ હોવાનો વિડીયો સામે આવ્યો છે. સુરત ના વરાછા-સરથાણા વિસ્તરના નામે વાયરલ થયેલા વિડીયોમાં એક કિશોર ગાંજાનું વેચાણ કરતો હોવાનુ દેખાય છે. વરાછા રોડ-સરથાણા રોડ ના પુલો નીચે બ્યુટીફિકેશનને બદલે ડર્ટીફિકેશન હોય તેમ પુલ નીચે જે પરિવારો વસવાટ કરે છે તેઓ ગંદકી ફેલાવે છે. તો આ મામલે વરાછાના એમએલએનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં એમએલએએ જણાવ્યુ હતું કે વરાછા રોડના પુલો નીચેના વસવાટ અને દબાણો દૂર કરે. સુર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધીના બ્રિજ નીચે દબાણ થયુ છે.
વરાછા ઓવર બ્રીજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખુબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે. પોલીસ વિભાગ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કામગીરી કરે તેમ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તો કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ આપવા એમએલએએ માંગણી કરી હતી.
