૨૦, ડીસેમ્બર ને ૨૦૨૩ ના રોજ યોજાયેલ પ્રિ-વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪માં એધસ ગ્રુપ દ્વારા ફ્યુઅલ (ઇથેનોલ), ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ, પ્રિ-બયોટીક કોસ્મેટીક પ્રોડક્ટ્સ, સેમી કંડકટર મેનુફેક્ચરીંગ, FRP રોડ્સ મેન્યુફેકચરીંગ અને IT કન્સલ્ટીંગ મળીને કુલ ૧૦૧૮ કરોડ ના MoU માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપ્રેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા.
એધસ ગ્રુપ દ્વારા દેસર ખાતે વડોદરા જીલ્લા માં ૨૮૦ KLPD નો બાયો-ફ્યુઅલ મેન્યુફેક્ચરીંગ નો પ્લાન્ટ સ્થપાય રહ્યો છે. આ કંપનીના ફાઉન્ડર અને ડાયરેક્ટર શ્રી હરેશભાઈ પરવાડીયા એ વધુમાં જણાવ્યું કે આ ઇથેનોલ ટુક સમયમાં વાહનોમાં ફ્યુઅલ તરીકે વપરાશે અને આ વિસ્તાર ના ઓછામાં ઓછા ૧૦૦૦ કરતા વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે રોજગારીની તકો પૂરી પાડશે.
એધસ ગ્રુપ દ્વારા એક અદભૂત બ્રાંડ “કાઉબેરી” (cowberry) લોન્ચ કરવામાં આવી છે, કંપની ના CEO શ્રી કૌષિક સોનાણી એ જણાવ્યું કે આ પ્રોજેક્ટના માધ્યમથી ૧૦૦% શુદ્ધ, ઝેરમુક્ત અને જંતુનાશક દવા રહિત, ઓર્ગેનિક સર્ટિફાયેડ પ્રોડક્ટસ દેશની જનતાને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સથી પહોચાડવામાં આવશે. ભારત દેશનો સૌથી મોટો એગ્રી-ટુરીઝમ પ્રોજેક્ટ સાથે કાઉબેરી વડોદરા જીલ્લામાં ૨૦૦ વીઘામાં ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્લાન્ટ સાથે દેશની કાઉબેરી વર્લ્ડ એગ્રી યુનીવર્સીટી સુધી બનાવાનું સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે. કંપનીના ડાયરેક્ટરશ્રી કૃણાલ પરવાડિયાએ જણાવ્યું કે કાઉબેરી FPO મેનેજમેન્ટ સોફ્ટવેરથી ભારતદેશના ખેડૂતોને જોડાવાનું અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવાનું કામ સરળ થશે, તથા આ બ્રાન્ડનું ઈ-કોમર્સ પ્લેટફોર્મથી ભારતીય રસોડામાં ઉપયોગી એવા બધાજ મરી-મસાલા, ધાન્ય પાકો અને કઠોળ સહીત, બેકરી પ્રોડક્ટ્સ, નમકીન અને બીજું ઘણું બધુ દેશ અને વિદેશમાં ઓર્ગેનિક સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ ઘરે-ઘરે પહોચતી કરી શકાશે.